પર્યાવરણ સંબંધિત યોગદાન
ખોડિયાર મંદિર ટ્રસ્ટ નો પ્લાસ્ટિક ઝોન બનાવવા માટે કામ કરી રહ્યું છે. ટ્રસ્ટ આજુબાજુમાં લીલાછમ વાતાવરણવાળા બગીચાઓ અને ઉદ્યાનોની જાળવણી પણ કરે છે અને અન્ય લોકોને પણ તે કરવા પ્રોત્સાહિત કરે છે. મંદિર તરફ જતા એક કિલોમીટરના રસ્તામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે જેની જાળવણી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
નારિયેળના પ્રસાદમાંથી કચરો પણ રિસાયકલ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે જે પછી મંદિરના બગીચાઓમાં ઉપયોગમાં લેવાય છે. ચોમાસા દરમિયાન માખીઓ અને મચ્છરો દ્વારા સર્જાતી મુસીબતને ટાળવા માટે ટ્રસ્ટે સ્થાનિક પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને મંદિરની બહારની જ કેનાલમાંથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી છે.
શ્રી ખોડિયાર મંદીર ટ્રસ્ટ દ્વારા એક ‘ચબૂતરો’ બનાવવામાં આવ્યો છે જેમાં હજારો પક્ષીઓ આશરો લે છે અને આસપાસના વાતાવરણને જીવંત રાખે છે. જીવંત રાખે છે.